Gujarat Weather Alert : ગરમીને લઈને રાહતના સમાચાર, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather Alert : રાજ્યમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ પ્રખ્યાત હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમીમાં રાહતની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 15 માર્ચથી રાજ્યમાં તાપમાનનું જોર ઘટશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 33 ડિગ્રી સુધી મર્યાદિત રહેશે, જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે રહેશે.

અમરેલી જિલ્લામાં ગરમીનો પારો વધુ નીચે આવશે અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આગાહી અનુસાર, 20 માર્ચ પછી ફરીથી ગરમીમાં વધારો થશે અને તાપમાન વધશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.
એપ્રિલ માસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે હવામાનમાં અમુક વધઘટ થવાની સંભાવના છે.
જણાવી દઈએ કે, ગુજરાત સહિત ભારતમાં આ વર્ષે શિયાળાએ વહેલા વિદાય લઈ લીધી છે. આ જ કારણ છે કે ફેબ્રુઆરી મહિનાથી જ રાજ્યમાં ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આટલુ જ નહીં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં હિટવેવ પણ જોવા મળી છે.












Click it and Unblock the Notifications
