Gujarat Weather: રાજ્યમાં અત્યાર સુધી વરસ્યો સરેરાશ 43% વરસાદ, 15 જુલાઈથી ત્રીજા રાઉન્ડની તૈયારી

Gujarat Weather: રાજ્યમાં બીજા રાઉન્ડમાં વરસી રહેલા વરસાદે સોમવારે ઉત્તર ગુજરાતને ઘમરોળ્યુ હતુ. ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિત ઘણી જગ્યાએ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદ અને ઈડરમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ થયો હતો. વળી, અંબાજીમાં પણ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. વીરપુર, સંતરામપુર, ઉપલેટા, ધનસુરામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.

gujarat rain

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15મી જુલાઈએ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરુ થશે. 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈનુ વહન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. વળી, 23 જુલાઈએ પણ એક લો પ્રેશર બની શકે છે. આ ઉપરાંત 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પણ વરસાદ રહેશે. 8 ઓગસ્ટ પછી ફરીથી વરસાદી માહોલ બનશે. જો કે, 17 ઓગસ્ટ બાદ વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 11 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનો વિરામ રહેશે. જો કે, દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. આજના દિવસ માટે ભારે કે અતિ ભારે વરસાદની સંભાવના નહિવત છે.

નોંધનીય છે કે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના પાણી છોડવાની શક્યતાને પગલે નીચાણવાળા ગામોના તલાટી અને સરપંચને સૂચના આપી લોકોનુ સ્થળાંતર કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X