Gujarat Weather: ઉત્તરાયણ પછી ઠંડી વધી, તાપમાન હજુ ઘટશે, માવઠાની સંભાવના

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય પરંતુ તે પછી પારો 2થી 3 ડિગ્રી જેટલો ઘટી શકે છે.

ગુજરાતમાં હાલમાં ઉત્તર તરફના ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન નોંધવામાં આવ્યુ છે.

coldwave

ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો વધ્યો છે. લોકો ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર 8.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. રાજ્યના 12 શહેરોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ.

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 10.6 ડિગ્રી, નલિયામાં 9.8 ડિગ્રી, ડીસામાં 10.2 ડિગ્રી, ગાંધીનગરમાં 8.4 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, સુરતમાં 15.8 ડિગ્રી, કંડલામાં 12.3 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 29.4 ડિગ્રી, નલિયામાં 28.6, ડીસામાં 28.5 ડિગ્રી, વડોદરામાં 29.4 ડિગ્રી, સુરતમાં 30.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 28.7 ડિગ્રી, દ્વારકામાં 26.9 ડિગ્રી, રાજકોટમાં 31.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો કહેર પ઼ડી રહ્યો છે. તાપમાન શૂન્ય પર પહોંચી ગયુ છે. ચારે તરફ બરફ જામી ગયો છે. હજુ પણ પારો ગગડે તેવી સંભાવના છે.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ફરીથી માવઠાની સંભાવના છે. ભૂમધ્ય સાગરમાં ચક્રવાતની સંભાવનાને પગલે ગુજરાતમાં કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ આવી શકે છે. વળી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે હિમ નદી પર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાના કારણે ઉનાળો વહેલો આવી શકે છે અને આકરી ગરમી પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X