Gujarat Weather: રાજ્યમાં ઠંડીનો પ્રકોપ, પારો 4 ડિગ્રી ગગડ્યો, નલિયામાં સૌથી ઓછુ 9.8

Gujarat Weather: પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષા તેમજ મિચૌંગ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આજે શીત લહેર જોવા મળી શકે છે.

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના 11 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ ગયુ હતુ. નલિયામાં સૌથી ઓછુ 9.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

cold

અમદાવાદમાં 17.5 ડિગ્રી, ડીસામાં 14.6 ડિગ્રી, ભૂજમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 18.6 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી અને ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં 4 ડિગ્રી જેટલુ તાપમાન ઘટ્યુ છે. બુધવારનો દિવસ શિયાળાની આ સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા મિચૌંગ વાવાઝોડાની ભારે અસર રાજ્યના હવામાન પર પડી રહી છે. અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત પર રહેશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરે હલચલ જોવા મળશે. જેના પરિણામે આ દિવસોમાં વરસાદની સામાન્ય સિસ્ટમ બની શકે છે.

અંબાલાલની આગાહી મુજબ મિચૌંગ વાવાઝોડા બાદ પણ પવનો ફૂંકાતા રહી શકે છે. આજે એટલે કે 7 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર રહેશે. ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરથી હાડ કંપાવતી ઠંડી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X