Gujarat Weather: હાડ થીજવતી શીતલહેરનો કહેર, ઠંડા પવનોએ ઘટાડ્યુ તાપમાન, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાનમાં પણ મોટો ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જો કે, પવનની ગતિ વધુ હોવાના કારણે તાપમાન ઘટી રહ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં 6 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે અને શીત લહેરનો પ્રકોપ વધી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વાદળો જોવા મળવાની સંભાવના છે. પરંતુ તે હાઈ ક્લાઉડ હોવાથી વરસાદની સંભાવના નથી.
તાપમાનની વાત કરીએ તો બુધવારે ગાંધીનગરમાં સૌથી ઓછુ 11 ડિગ્રી, ડીસામાં 11.5 ડિગ્રી, નલિયામાં 12.8 ડિગ્રી, અમદાવાદમાં 13, વડોદરામાં 12.4 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, સુરતમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
વળી, ભૂમધ્ય સાગરમાં ફરીથી ચક્રવાત આવવાના કારણે ગુજરાતમાં તેની અસરથી માવઠુ થઈ શકે છે. 24થી 26 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે. 17થી 19 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.












Click it and Unblock the Notifications
