Gujarat Weather: પવનોના કારણે રાજ્યમાં ઠંડીનુ જોર વધશે, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર પૂર્વના જોરદાર પવનો ફૂંકાવાના કારણે ઠંડીનુ જોર વધ્યુ છે. આગામી દિવસોમાં પારો હજુ વધુ ગગડી શકે છે.
હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ યથાવત રહ્યુ છે.

આઈએમડી મુજબ રાજ્યમાં ઘણા શહેરોમાં તાપમાન ઘટ્યુ છે, જ્યારે ઘણી જગ્યાએ તાપમાન વધ્યુ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉત્તરીય પવનોના કારણે તાપમાન ઓછુ થયુ છે. વળી, આગામી દિવસોમાં પણ પવનના કારણે ઠંડીનુ પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં મોટાભાગની જગ્યાએ 22 જાન્યુઆરી સુધી હવામાન સૂકુ રહેશે. વરસાદની પણ કોઈ સંભાવના નથી. પવનની ગતિ પણ હળવી રહી શકે છે. તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. જો કે, 1-2 ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે.
નલિયા 9.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 15.9 ડિગ્રી, નલિયામાં 9.4 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 13.8 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, દ્વારકામાં 17.6 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
