Gujarat Weather: મિચૌંગ વાવાઝોડાની અસર, ફરીથી કમોસમી વરસાદની આગાહી, પડશે હાડ ધ્રૂજાવતી ઠંડી
Gujarat Weather: મિચૌંગ વાવાઝોડાની અસરની પગલે ગુજરાતમાં ફરીથી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી બે દિવસ સુરત, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, મહીસાગર અને ભાવનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7મીએ અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપર, સુરત, નર્મદા, ભાવનગરમાં આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મિચૌંગ વાવાઝોડાની તીવ્રતા વધવાના કારણે ગુજરાત પર તેની અસર જોવા મળી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વાર માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી માવઠાની સંભાવના છે. વળી, હિમવર્ષા અને માવઠાના કારણે હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે. મંગળવારે નલિયાનુ તાપમાન 10.4 ડિગ્રી જ્યારે અમદાવાદનુ તાપમાન 17 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.
આજે ડાંગ, ગાંધીનગરમાં 30 ડિગ્રી, અમદાવાદ, બનાસકાંઠા, જૂનાગઢ, ખેડા, પોરબંદર, બનાસકાંઠામાં 31 ડિગ્રી જ્યારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, મહેસાણા, નવસારી, પાટણમાં 28 ડિગ્રી, આણંદ, અરવલ્લી, બોટાદ, કચ્છ, મહીસાગર, મોરબી, પંચમહાલ, રાજકોટ, તાપી, વડોદરામાં 29 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
