Gujarat Weather: રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, બેવડી ઋતુનો માર, જાણો ક્યારથી વધશે ઠંડીનું જોર?
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડીનું જોર થોડું ઘટ્યું છે. જોકે, દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ 'મિક્સ ઋતુ'ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.

બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ
હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરના સમયે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સુધી પહોંચી જતું હોવાથી ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાતેક દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
20 ડિસેમ્બર બાદ ઠંડીનો નવો રાઉન્ડ
હવામાન વિભાગની આગાહી મુજબ, 20 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરી વધી શકે છે. આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધઘટ જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)
શહેર | લઘુત્તમ તાપમાન
અમરેલી | 12.6 (સૌથી ઓછું)
ડીસા | 12.9
વડોદરા | 13.2
ગાંધીનગર | 14.0
અમદાવાદ,15.4
રાજકોટ | 16.9
નલિયા | 13.8
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનું એલર્ટ
એક તરફ ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં IMDએ તીવ્ર ઠંડીની ચેતવણી આપી છે.
- રાજસ્થાન: સીકરમાં તાપમાન 7 ડિગ્રી સુધી ગગડ્યું છે.
- મધ્યપ્રદેશ: રાજગઢમાં પણ પારો 7 ડિગ્રીએ પહોંચ્યો છે.
- પંજાબ-હરિયાણા: આ રાજ્યોમાં પણ શીતલહેરની ચેતવણી જારી કરવામાં આવી છે.
નિષ્ણાંતોના મતે, ઉત્તર ભારતમાં હિમવર્ષા અને શીતલહેરની સીધી અસર આગામી અઠવાડિયામાં ગુજરાત પર જોવા મળશે, જેના કારણે ફરી એકવાર ઠંડીનો જોરદાર રાઉન્ડ શરૂ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
