Gujarat Weather News: ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે
Gujarat Weather News: ગુજરાતમાં હાલ શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસો માટેની આગાહી જાહેર કરી છે. આ આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની અને વરસાદની કોઈ સંભાવના ન હોવાની વાત કરવામાં આવી છે.

સૂકું વાતાવરણ અને ઠંડીનો અનુભવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં પવનની દિશામાં પરિવર્તન આવ્યું છે અને પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન લગભગ યથાવત રહેવાની સંભાવના છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. નલિયા આજે પણ રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ રહ્યું, જ્યાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
અન્ય મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન આ પ્રમાણે રહ્યું,
- અમરેલી: 10.4 ડિગ્રી સેલ્સિયસ
- અમદાવાદ: 13.1 ડિગ્રી સેલ્સિયસ
સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10થી 15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું.
તાપમાનમાં વધારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ બાદ રાજ્યના લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ વધારો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આવશે. જોકે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરીથી વધી શકે છે.












Click it and Unblock the Notifications
