Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ, ઠંડીની સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

Gujarat Weather: ગુજરાતમાં હવે મોસમ બદલાઈ રહી છે. રાજ્યમાં એક તરફ વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે. આ વર્ષે શિયાળાનું વહેલું આગમન થઈ રહ્યું હોવાના એંધાણ છે, જેના કારણે શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે 10 ડિગ્રી જેટલો મોટો તફાવત અનુભવાઈ રહ્યો છે.

Gujarat Weather

મહત્ત્વનું છે કે, હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવાની જાહેરાત કરી દીધી છે. જોકે, ઉત્તરીય પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષા (Snowfall) ના કારણે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોએ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડાવ્યો છે, જેને કારણે લોકોને વહેલી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

તાપમાન અને વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે, ગુજરાતમાં આગામી દિવસોમાં મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે:

વરસાદની સંભાવના: 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને 17થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.
તાપમાન: આવતીકાલથી રાજ્યના લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તેમ છતાં, ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો ગત વર્ષની સરખામણીએ વહેલો અને વધુ નોંધાયો છે.
અમદાવાદનું વાતાવરણ: આગામી 7 દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ જ કારણોસર કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ પણ ઊભી થઈ છે. લોકોને બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં થોડા દિવસથી તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે દિવાળી પછી ઠંડીમાં હજી પણ ઘટાડો થશે. આ શિયાળો આકરો બને તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X