Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, એક-બે દિવસમાં માવઠાની વિદાય સાથે 'ગુલાબી ઠંડી' જામશે
Gujarat Weather: ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય પરથી સક્રિય વરસાદી સિસ્ટમ હવે નબળી પડી રહી છે. જોકે આજે (નવેમ્બર 5) પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આગામી એકથી બે દિવસમાં રાજ્યમાંથી કમોસમી વરસાદ સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી સંભાવના છે. હવે કોઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી.

રાજ્યમાં આજે ક્યાં પડશે સામાન્ય વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણ સામાન્ય રીતે ભેજવાળું રહેશે અને સવારના સમયે ધુમ્મસ રહેવાની શક્યતા છે.
- તાપમાનની વધઘટ: પવનોની દિશા બદલાતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે વધઘટ જોવા મળશે, પરંતુ ટૂંક સમયમાં જ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
- અમદાવાદનું હવામાન: આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
- ગુલાબી ઠંડી: વરસાદી સિસ્ટમની વિદાય બાદ આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થશે.
ઓક્ટોબરમાં વરસાદે 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો
સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં વરસાદે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
- વરસાદનું પ્રમાણ: સામાન્ય રીતે ઓક્ટોબરમાં 21.4% વરસાદ નોંધાતો હોય છે, તેની સામે આ વર્ષે 339% વધુ એટલે કે 94 MM જેટલો વરસાદ નોંધાયો છે.
ગુજરાત પરથી ખરાબ હવામાનની અસર લગભગ ટળી જતાં, રાજ્ય સરકારે માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપી દીધી છે. જોકે, સરકાર સાવચેતીના પગલાં તરીકે માછીમારોને દરિયો ખેડવા માટે ટોકન ઇશ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની આગાહી
ગુજરાત પરથી ખતરો ટળ્યો છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હવામાન બદલાશે:
- 5 અને 6 નવેમ્બર: જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા (બરફવર્ષા) થવાની સંભાવના છે.
- પંજાબ અને હરિયાણા: 5 અને 6 નવેમ્બર દરમિયાન પંજાબ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
