Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: ગુજરાતમાં 'શક્તિ' વાવાઝોડાની અસર નહીં, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાત રાજ્ય પરથી 'શક્તિ' વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને તેની કોઈ નોંધપાત્ર અસર જોવા મળશે નહીં, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી જાહેર કરાઈ છે.

આ દરમિયાન સાવચેતીના પગલાં રૂપે દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જોકે વાવાઝોડાનું જોખમ ઓછું છે.

Gujarat Weather

કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના?

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને નીચે મુજબના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે:

સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદર.

મધ્ય અને ઉત્તર ગુજરાત: ખેડા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા.

દક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા અને તાપી.

તમામ નાગરિકોને આ દરમિયાન હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે. જોકે, હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ બદલાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 9મી ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. 10મી ઓક્ટોબરના રોજ વરસાદની તીવ્રતા વધારે ઓછી થવાની આગાહી છે. આ દિવસે પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X