ગુજરાતમાં વધુ એક માવઠાની તૈયારી? અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ (માવઠા)ની ચોંકાવનારી આગાહી કરી છે. તેમના મતે, ઠંડીનો પ્રભાવ હોવા છતાં રાજ્યમાં ફરી માવઠાની એન્ટ્રી થશે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે.

અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, 8 થી 10 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે, જેના પગલે હળવા વરસાદની પણ શક્યતા છે.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના છે. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 15 થી 21 જાન્યુઆરી દરમિયાન દેશ અને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો લાવશે. તેની અસરથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની કમોસમી વરસાદ વરસી શકે છે.
બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી દરમિયાન આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, તેનાથી પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આમ, શિયાળાની મધ્યમાં અને અંતમાં પણ વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
