Gujarat Weather: રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં એકતરફ શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને ચિંતા વધારી દીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી 24થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

કયા જિલ્લાઓમાં છે વરસાદની સંભાવના?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.
- કચ્છ: પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
- સૌરાષ્ટ્ર: દ્વારકા, જામનગર અને મોરબી પંથકમાં માવઠું થઈ શકે છે.
- ઉત્તર ગુજરાત: પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના સંકેત છે.
તાપમાનમાં આવશે મોટો ફેરફારવરસાદી માહોલ બાદ ઠંડીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન ખાતાના મતે, આગામી 48 કલાક બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે, જેના કારણે ગાત્રો થિજવતી ઠંડીનો અનુભવ થશે. જોકે, આ વર્ષે ડિસેમ્બરના અંત સુધી જેવી કાતિલ ઠંડી પડવી જોઈએ તેવી હજુ શરૂ થઈ નથી.
નલિયામાં સૌથી વધુ ઠંડી: અમદાવાદમાં પણ પારો ગગડ્યો
હાલમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ વિવિધ શહેરોનું તાપમાન નીચે મુજબ નોંધાયું છે.
શહેર | લઘુત્તમ તાપમાન
નલિયા (કચ્છ) | 12.06°C
ડીસા | 13.06°C
અમરેલી | 13.02°C
ગાંધીનગર | 14.00°C
અમદાવાદ | 14.08°C
રાજકોટ/પોરબંદર | 14.02°C
ખેડૂતો માટે ચિંતાના વાદળ
કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખાસ કરીને રવી પાક (જીરું, વરિયાળી અને ઘઉં) પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જો હળવો વરસાદ પડે તો ઠંડી વધવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ વધુ વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે.












Click it and Unblock the Notifications
