રાજ્યમાં બહુ જલ્દી ઠંડીનો રાઉન્ડ આવશે, આવી ગઈ હવામાન વિભાગની આગાહી

ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટા ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. આગામી 10 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં મિશ્ર ઋતુ જેવો માહોલ રહેશે. આકાશ સ્વચ્છ થતાની સાથે જ તાપમાનનો પારો 34 ડિગ્રીને વટાવી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 5 ફેબ્રુઆરીએ આવનારું પ્રથમ ડિસ્ટર્બન્સ ગુજરાતમાં ખાસ અસર નહીં કરે. જોકે 8 ફેબ્રુઆરીએ આવનારું બીજું ડિસ્ટર્બન્સ વાતાવરણમાં મોટો પલટો લાવશે.

બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 8 અને 9 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની પણ શક્યતા છે. આ પલટાને કારણે ઠંડીનો એક નવો રાઉન્ડ ફરી શરૂ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. 8 ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. કચ્છ, રાજકોટ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળોનું જોર વધી શકે છે.

પંચમહાલ અને દાહોદ જેવા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયા આકાશ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. 20 ફેબ્રુઆરી બાદ ઠંડી ક્રમશઃ વિદાય લેશે અને ઉનાળો જામશે.

બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે દિલ્હી-NCRમાં ભારે ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે સવારના સમયે વિઝિબિલિટી ઘટીને 100 મીટર સુધી પહોંચી ગઈ છે. બર્ફીલા પવનોને લીધે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X