Gujarat Weather: ગુજરાતમાં ગરમીનુ આગમન, આગામી 24 કલાકમાં વધશે 3 ડિગ્રી તાપમાન

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. આ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. વળી, આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના પરિણામે ગરમી વધશે. હાલમાં સવારે અને રાતના સમયમાં ઠંડી અનુભવાય છે.

heat

આઈએમડીના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી અને કચ્છના નલિયામાં રાજ્યનુ સૌથી નીચુ લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. વળી, ભરુચ, બોટાદ, દ્વારકા, જામનગર વગેરે જિલ્લાઓમાં આજે 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે. મોરબી, રાજકોટ, સાબરકાંઠા ખેડા વગેરે જિલ્લાઓમાં 16 ડિગ્રી તાપમાન રહી શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પવન ફૂંકાશે. પવનની ગતિ સામાન્યથી થોડી વધુ રહી શકે છે. હાલમાં પવનની ગતિ 11થી 15 કિમી પ્રતિ કલાક છે. જે 13 ફેબ્રુઆરી સુધી રહેશે. જે 14 ફેબ્રુઆરીથી 9થી 12 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે મે અને જૂન મહિનામાં ભીષણ ગરમી પડી શકે છે. 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થવાની સંભાવના છે. વળી, ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી જઈ શકે છે. માર્ચ મહિનામાં 40 જિગ્રી અને એપ્રિલમાં 44 ડિગ્રી તાપમાન જઈ શકે છે.

જો કે, હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સમગ્ર વિશ્વના હવામાનને અસર કરનાર અલ નીનો પેસિફિક મહાસાગરની ગરમીને કારણે નબળુ પડી રહ્યુ છે. જેના પરિણામે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X