Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધશે, મે મહિનામાં વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર ચાલુ છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41.7 નોંધવામાં આવ્યુ હતુ. રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડિગ્રીનો પાર હતો. આઈએમડીએ આગામી દિવસોમાં પારો હજુ વધુ ઉંચો જવાની સંભાવના આગાહી કરી છે.

heat wave

તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન નીચુ જતા ગરમીથી રાહત અનુભવાઈ હતી. પરંતુ બુધવારથી પારો ફરી ઉંચકાયો છે. ગરમીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી ગરમીનો કહેર વધશે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જઈ શકે છે.

રાજ્યના અલગ-અલગ શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, રાજકોટમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન દ્વારકામાં 30.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના તાપમાનમાં સતત વધારો થશે. વાતાવરણ સુકુ રહેશે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. વળી, 20 મે બાદ ફરીથી ગરમી વધશે. મે મહિનામાં રાજ્યના અમુક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X