Gujarat Weather: ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તાપમાનમાં આજથી 2થી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વળી, ઘણા વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં 40 કિમીની આસપાસ પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 25 મેથી 29 મે સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે પાટણ અને બનાસકાંઠામાં બુધવારે સાંજે વરસાદ પડ્યો હતો. વળી, મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને ભારે પવન ફૂંકાયો હતો. પાટણમાં બે કલાકમાં જ 9મીમી વરસાદ ખાબક્યો હતો. ડીસામાં પણ બુધવારે સાંજે માવઠાની અસર જોવા મળી હતી.
વળી, રાધનપુર, સાંતલપુર, હારીજ, સમીમાં પણ ભારે પવન અને કરા સાથે માવઠુ થયુ હતુ. રૂની, કમલીવાડા, કુણઘેર સહિત ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જો કે, છેલ્લા ઘણા દિવસોના બફારા અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.












Click it and Unblock the Notifications
