Gujarat Weather: અમદાવાદ પાણી-પાણી, રાજ્યના 167 તાલુકાઓમાં અનરાધાર, હજુ 24 કલાક મન મૂકીને વરસશે વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ સહિત મધ્ય-ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

ahmedabad rain

તમને જણાવી દઈએ કે શુક્રવારે રાજ્યના 167 તાલુકાઓમાં મૂસળધાર વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં 14 કલાકમાં 15 ઈંચ અને જામનગરમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. માણાવદરમાં ચાર ગામો સંપર્કવિહોણા થઈ ગયા હતા. જામનગર, જૂનાગઢ અને નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી.

અમદાવાદમાં પણ શુક્રવારે બપોર પછી વરસાદે માઝા મૂકી હતી. અલગ-અલગ વિસ્તારોમાં 3થી 6.5 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠેરઠેર 3થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આજે પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે.

અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થયો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વધુ 6.5 ઈંચ, બોપલમાં 4.5 ઈંચ, બોડકદેવમાં 4 ઈંચ, સાયન્સ સિટીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદમાં ચાર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. વળી, સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના 7 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યુ હતુ.

નોંધનીય છે કે રાજ્યમાં જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ સરેરાશથી 75 ટકા વધુ વરસાદ થયો છે. જો કે, 10 જિલ્લામાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના જળાશયોમાં 41 ટકાથી વધુ જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં 53 ટકાથી વધુ પાણી છે અને જળસપાટી 121 મીટરની નજીક છે. સાત જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જેમાં કચ્છના 4 અને સૌરાષ્ટ્રના ત્રણ છે. 3 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી છે. 9 જળાશયોમાં 70થી 80 ટકા વચ્ચે પાણી છે.

હવામાન વિભાગે આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની સંભાવનાઓ રહેશે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 2 જુલાઈએ પણ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુલાઈની શરુઆતથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X