Gujarat Weather: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગાહી કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી સાત દિવસ દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં આજે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આજે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર; ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણાઅમદાવાદ, ગાંધીનગર; મધ્ય ગુજરાતના દાહોદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર; દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા; અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માછીમારો માટે સૂચના
ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી સાત દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
Gujarat Rain: ગુજરાતમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ, દસક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદમાં 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.03 ઈંચ વરસાદ, વસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ વરસાદ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ વરસાદ, ખેડામાં 4.96 ઈંચ, બાવળામાં 4.49 ઈંચ વરસાદ, ધોળકામાં 4.17 ઈંચ, ગળતેશ્વરમાં 3.66 ઈંચ વરસાદ, વઘઈમાં 3.58 ઈંચ, સુબિરમાં 3.46 ઈંચ વરસાદ, બોરસદમાં 3.43 ઈંચ, ભિલોડામાં 3.39 ઈંચ વરસાદ, આણંદમાં 3.35 ઈંચ, પાટણમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો.












Click it and Unblock the Notifications
