Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: આજે રાજ્યના આ જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Weather: આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather

Gujrat Rain: હવામાન વિભાગે આગામી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની છે.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા છે આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતની આસપાસ ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની છે. જેમાં દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ છે જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે. આ સાથે નોર્થ કોંકણ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે.

રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પહેલી અને બીજી સપ્ટેમ્બરના રોજ અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ત્રીજી સપ્ટેમ્બરે એટલે કે, બુધવારે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સુરત, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

ચાર સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

પાંચમી સપ્ટેમ્બરના રોજ રાજ્યના 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઈંચ વરસાદ નોંધાયો છે, આણંદના ઉમરેઠમાં 4.72 ઈંચ વરસાદ, મહિસાગરના કડાણામાં 4.33 ઈંચ વરસાદ, સંતરામપુરમાં 4.29 ઈંચ, શહેરામાં 4.13 ઈંચ, મોરવા હડફમાં 3.31 ઈંચ, બોરસદમાં 3.07 ઈંચ, નેત્રંગમાં 2.83 ઈંચ, ઈડરમાં 2.72 ઈંચ વરસાદ નોંધાયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X