Gujarat Weather: એક સાથે 5 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Weather: આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો કયાં અપાઈ ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગાંધીનગર, ભરૂચ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શીયર ઝોન, ઓફ શોર ટ્રફ અને મોનસૂન ટ્રફ હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શનિવારના રોજ 23મી તારીખે અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે. આ અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, બોટાદ, ગીરસોમનાથ, ગાંધીનગર, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
24મી તારીખે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વલસાડના પારડીમાં 3.58 ઈંચ વરસાદ, ધરમપુરમાં 2.72 ઈંચ, ખેરગામમાં 2.13 ઈંચ વરસાદ, કપરાડામાં 2.05 ઈંચ, તલોદમાં 2.01 ઈંચ વરસાદ, વલસાડમાં 1.97 ઈંચ, ડાંગ-આહવામાં 1.77 ઈંચ, ધનસુરામાં 1.73 ઈંચ વરસાદ, વઘઈમાં 1.73 ઈંચ, તિલકવાડામાં 1.69 ઈંચ વરસાદ, ઉમરગામમાં 1.69 ઈંચ નોંધાયો છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો
જેમાં સૌથી વધુ 78.99 ટકા દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા અને પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.












Click it and Unblock the Notifications
