Gujarat Weather: રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: રાજ્યમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: ચોમાસું અત્યારે ગુજરાતમાંથી વિદાય લેવું જોઈએ જોકે, હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે. નવરાત્રીમાં 24મી તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, પૂર્વ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
Gujarat Weather News: ગુજરાતમાં નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બીજી તરફ ગુજરાતમાં વરસાદ પણ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ખેલૈયા અને ગરબા આયોજકોમાં પણ ચિંતા પ્રસરી છે. નવરાત્રી પૂર્વે હવામાન વિભાગે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.
આજે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારના દિવસે આણંદ, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ ઉપરાંત નવસારી, વલસાડ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ તેમજ દીવસમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે શુક્રવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 56% વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં 0.7 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
23-24 સપ્ટેમ્બરના રોજ સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આ વખતે સારો વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં 108 જેટલો વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારોમાં પૂરતો વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં ગુજરાતમાં ડીસા અને ભૂજ તથા ઉત્તર ભારતના ભટિંડા, પિલાની, અજમેર પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
