Gujarat Weather: અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં શકિત વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈ પવનની ગતિ 65-75 કિમી પ્રતિ કલાકની રહી શકે છે, 5 ઓક્ટોબર સુધી પવનની ગતિમાં વધારો થશે અને પવનની ગતિ 110 કિમી પ્રતિ કલાક રહેશે, 6-7 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો
ગુજરાતમાં શકિત વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને વાવાઝોડું કચ્છ-દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર કરશે, 24 કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક માટે બંદરો પર LCS-3 સિગ્નલ લાગુ કરાયું છે, દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવાયું છે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે.
રાજ્યના આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વરસાદી સિસ્ટમો દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે અને 7 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં આજના દિવસે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.












Click it and Unblock the Notifications
