Gujarat Weather: આજે ગણેશ ચતુર્થીના દિવસે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો આજે ગણેશ ચતુર્થીના રોજ ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે જોઈએ.
Weather News: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે ગણેશ ચતુર્થીના દિવસે 27મી ઓગસ્ટ એટલે કે, બુધવારના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. બુધવારે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
ગુરૂવારે 28મી તારીખે 7 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
29મી તારીખે દક્ષિણ ગુજરાતના માત્ર 4 જિલ્લામાં જ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
30મી તારીખે શનિવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
31મી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
