Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અપાયુ રેડ એલર્ટ
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વાર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની મજબૂત અને વિશાળ સિસ્ટમના લીધે 9 જૂન સુધી ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. વળી, 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
7 જુલાઈ માટે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં 8 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.
9 જુલાઈના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, નવસારી, વલસાજ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે ચોમાસાની એક વિશાળ સિસ્ટમ કાલ સુધીમાં ગુજરાતને ઘેરી લેશે. જેના કારણે રાજ્યભરમાં હળવાથી સામાન્ય અને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં પાંચ દિવસ માટે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ દરિયા ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદરના માછીમારોને તેમજ મૂળ દ્વારકા, વેરાવણ, દીવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરુચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારીને 7, 8 અને 9 જુલાઈ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
