Gujarat Weather: આગામી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે, જે રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતનાં સમાચાર છે. આ વરસાદ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના છે.

રાજ્યમાં વરસાદનું જોર વધશે
Weather News: હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. સાબરકાંઠા, નવસારી અને વલસાડ ઉપરાંત અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, ડાંગ, ભરૂચ, અને આણંદમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં પણ 25 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે આજે મધ્યમ વરસાદની સંભાવના છે. આ વરસાદ લાંબા વિરામ બાદ થવા જઈ રહ્યો હોવાથી ખેડૂતોના ખરીફ પાકને નવજીવન મળશે.
Gujarat Rain: રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે (23 ઓગસ્ટ) 27 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. જેમાં સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે શનિવારે (23 ઓગસ્ટ) અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ. અમદાવાદ, ભરૂચ. વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
24થી 26 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી
આગામી 24થી 26 ઓગસ્ટ સુધી સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
27થી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
આગામી 27થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 10થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
