Gujarat Weather: અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત આ જગ્યાએ આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Weather: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી હળવા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાન પર બનેલી સિસ્ટમની રાજ્ય પર અસર જોવા મળી શકે છે. વિભાગ મુજબ ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થી પરંતુ પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન છે. જેના કારણે વરસાદ થઈ રહ્યો છે.

rain

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે અમદાવાદ અને ગાંધીનગરમાં મોટાભાગે હળવો વરસાદ રહેવાની સંભાવના છે. ભારે વરસાદની કોઈ સંભાવના નથી. આગામી પાંચ દિવસ સુધી માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી.

રાજ્યમાં હાલ ભારે વરસાદની સંભાવના નથી પરંતુ અગાઉ પડી ગયેલા વરસાદ અને હાલ ભેજના કારણે ગરમીનું પ્રમાણ ઘણું જ ઓછું છે. રાજ્યમાં વડોદરા, અમરેલી અને ભાવનગરમાં સૌથી વધુ 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન છે. આ સિવાય રાજ્યના મોટાભાગના ભાગોમાં 30 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલી, બનાસકાંઠા, ભરુચ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X