Gujarat Weather: રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છમાં આજે ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast: રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળો ખાતે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ શકયતા હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગાહી મુજબ 40થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગર માં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Gujarat News: ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37% નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29%, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50%, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38% જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49% વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
