Gujarat Weather: ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળશે. તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. જોકે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. તો આજથી 12 ઓગ્સટ સુધી માછીમારો માટે કોઈ જ સૂચના નથી. જોકે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો વરસાદી વિરામ વચ્ચે ગરમીના પ્રકોપની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ પણ છે.

Gujarat Weather

Gujarat Weather Forecast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવા વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં હાલ ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી. રાજ્યના સૌરાષ્ટ્ર તથા ગુજરાતના બાકીના ભાગોમાં વરસાદ રહેશે પરંતુ તેની તિવ્રતા ઓછી હશે.

રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્ર બન્ને રિજનમાં છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ ભાગોનો સમાવેશ થાય છે.

આજે પણ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

Gujarat Rain: આજના દિવસ માટે ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર રિજનમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ આ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરે છે.

હવામાન વિભાગ દ્વારા 15 ઓગસ્ટ સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. હાલ ગુજરાત પર વરસાદ ધડબડાટી બોલાવે તેવી કોઈ સિસ્ટમ નથી પરંતુ વરસાદી માહોલ ચોક્કસ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X