Gujarat Weather: ગુજરાતમાં પારો ગગડ્યો, નલિયામાં 8.8 ડિગ્રી, સવારે ગાઢ ધૂમ્મસ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ધીમે ધીમે પારો ગગડી રહ્યો છે. નવા વર્ષના દિવસથી ઠંડીનુ પ્રમાણ વધી રહ્યુ છે. કચ્છનુ નલિયા ત્રણ ડિગ્રી જેટલા ઘટાડા સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. નલિયામાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયુ હતુ.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ માટે વરસાદની કોઈ સંભાવના નથી. વળી, તાપમાનમાં પણ વધુ ફેરફાર થવાની શક્યતા નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાથી ઠંડી ઓછી પડી પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનુ પ્રમાણ વધુ જોવા મળશે.

આઈએમડીના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકુ રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી આસપાસ છે. જેના કારણે સવારે ઠંડી લાગે છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે હાલમાં પાંચ દિવસ તાપમાન વધુ ફેરફાર થવાની સંભાવના નથી. અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલા ભેજના કારણે હાલમાં તાપમાનમાં વધુ ઘટાડો થયો નથી. હાલમાં ભેજ નીચેના લેવલ પર હોવાના કારણે સવારે ધૂમ્મસ છવાયેલુ રહે છે.
રાજ્યમાં અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.2 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી, ભૂજમાં 12.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 13.7 ડિગ્રી, દ્વારકામાં 16 ડિગ્રી, પોરબંદરમાં 13.7 ડિગ્રી, રાજકોટમાં 12.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 28 ડિગ્રી, ડીસામાં 27.6 ડિગ્રી, ગાંધીનગરમાં 27.9 ડિગ્રી, વડોદરામાં 29.4 ડિગ્રી, ભૂજમાં 28.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 27.2 ડિગ્રી, દ્વારકામાં 28.5 ડિગ્રી, પોરબંદરમાં 30 ડિગ્રી, રાજકોટમાં 29.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 31.4 ડિગ્રી નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
