Gujarat Weather: રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું અમરેલી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો નોંધપાત્ર રીતે વધ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે.

અમરેલીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું
રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં સૌરાષ્ટ્રનું અમરેલી 12 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બપોરના સમયે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રીની આસપાસ રહેતા લોકોને 'બેવડી ઋતુ'નો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતના મુખ્ય શહેરોનું તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન નીચે મુજબ છે.
શહેર | તાપમાન (°C)
અમરેલી | 12.0
વડોદરા | 13.2
નલિયા | 14.0
કંડલા એરપોર્ટ | 14.4
ડીસા | 14.5
ગાંધીનગર | 14.6
ભાવનગર | 14.6
અમદાવાદ | 14.8
સુરત | 14.8
વ. વિદ્યાનગર | 15.0
રાજકોટ | 15.5
ભુજ | 17.9
આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાતેક દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે. હાલમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થશે.
ઉત્તર ભારતમાં હિમલહેરની ચેતવણી
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ઉત્તર ભારતમાં પણ ઠંડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
- રાજસ્થાન: સીકરમાં પારો ગગડીને 7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
- મધ્યપ્રદેશ: રાજગઢમાં પણ 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- ચેતવણી: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આઈએમડી (IMD) દ્વારા તીવ્ર ઠંડીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
