Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, પ્રી-મોનસુન એક્ટિવિટીની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ઘણા શહેરોનુ તાપમાન સામાન્ય કરતા એકથી બે ડિગ્રી ઘટી રહ્યુ છે. જેના પરિણામે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. જો કે, છેલ્લા થોડા દિવસમાં અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન ઘટ્યુ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવિટી જોવા મળી શકે છે. તેમણે વધુમાં આગાહી કરી કે એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ થશે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વળી, તેમણે રાજ્યમાં ભયંકર ગરમી પડવાની પણ આગાહી કરી છે. તેમણે ઉમેર્યુ કે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનુ પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે.
ગુજરાતમાં અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન અમદાવાદમાં 36.8 ડિગ્રી, નલિયામાં 32.6 ડિગ્રી, અમરેલીમાં 38.6 ડિગ્રી, કેશોદમાં 37 ડિગ્રી અને ભૂજમાં 37.2 ડિગ્રી નોંધાયુ હતુ. વળી, ડીસા, ગાંધીનગર અને સુરતમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
