Gujarat Weather: વરસાદ બગાડી શકે છે નવરાત્રીની મજા, આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
નવરાત્રીનો પ્રારંભ થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. ત્યારે વરસાદ બગાડી શકે છે નવરાત્રીની મજા, આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ, ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.
રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.












Click it and Unblock the Notifications
