Gujarat Weather: રાજ્યમાં હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, પોરબંદર-દ્વારકામાં સંભાવના વધુ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, સુરત અને ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની સંભાવના વધુ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, સુરત અને ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ અને કરાવૃષ્ટિ નોંધવામાં આવી છે. અમરેલીના રાજુલામાં વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ બની છે. છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર સહિત કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
જો કે, હવે કમોસમી વરસાદનુ જોર થોડુ ઘટ્યુ છે. હવામાન વિભાગે 24 અને 25 માર્ચના રોજ હવામાન સૂકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ગરમીનો પારો 40થી ઘટીને હવે 30 આસપાસ આવી ગયો છે. રાજ્યમાં મંગળવારે સૌથી ઉંચુ મહત્તમ તાપમાન વલસાડમાં 35 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નલિયામાં 15 ડિગ્રી નોંધાયુ હતુ. મંગળવારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 32, રાજકોટમાં 34, વડોદરામાં 32, સુરતમાં 31, ગાંધીનગરમાં 31, ભૂજમાં 35, ભાવનગરમાં 32, અમરેલીમાં 33, પોરબંદરમાં 30, સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી રહ્યુ હતુ.












Click it and Unblock the Notifications
