Gujarat Weather: ગુજરાતમાં આગામી 3 દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છમાં આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અમદાવાદમાં ગઈકાલે સાંજે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના બીજા પણ ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો.

rain

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. અમદાવાદ શહેરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યના લગભગ 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી ચાર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજ આજે 29 મેના રોજ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં 30 મે, મંગળવારના રોજ ભારે પવન અને ગાજવીજ સાથએ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છનો સમાવેશ થાય છે. 31 મેના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં તેમજ પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે અમદાવાદમાં રવિવારે સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અમદાવાદ સહિત વડોદરા, અરવલ્લી, પાલનપુર, ભિલોડા, ધાનેરા શહેરમાં પણ વરસાદ ખાબક્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોડાસામાં 70થી વધુની ગતિએ પવન ફૂંકાયો હતો. ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ઘરોના નળિયા ઉડ્યા હતા. ખેડૂતોને બાજરીના પાકમાં નુકશાન થવાની ભીતિ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X