Gujarat Weather: 19 માર્ચ સુધી અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવો જાણીએ ગુજરાતનુ લેટેસ્ટ હવામાન.

rain

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદી માહોલના કારણે તાપમાનનો પારો ઘટશે જેનાથી ગરમીથી રાહત મળશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઝાપટા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઝાપટા

તમને જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે પણ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠાની વકી છે. અમદાવાદ અને વડોદરામાં કાલે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી

સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, નર્મદા, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાજ અને દમણ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલીમાં માવઠાની આગાહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત નજીક સર્ક્યુલેટ થઈ રહ્યો હોવાથી તેમજ ગરમીના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. 19 માર્ચ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી છે.

ખેતીને થશે નુકશાન

ખેતીને થશે નુકશાન

બદલાયેલા હવામાનના કારણે સતત વાદળછાયુ વાતાવરણ રહે છે. જેના કારણે સૂર્યપ્રકાશ મળતો નથી. ભેજ વધવાથી શરીરમાં રહેલો કફ ઓગળે છે. પરિણામે શ્વસન રોગો અને વાઈરલ ઈન્ફેક્શન વધે છે. ઘણી વખત ઓરી અને અછબડાની બિમારી પણ વધી જાય છે. આ ઉપરાંત ખેતીમાં પણ ઘઉં, એરંડા, જીરુ, બટાકાના પાક અને કેરીને નુકશાન થઈ શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X