Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે પડશે વરસાદ, જાણો ક્યારે શરુ થશે ચોમાસુ

Gujarat Weather: ગુજરાતમાં ગરમીના પ્રકોપ દરમિયાન લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 8 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ આઈએમડીએ વ્યક્ત કરી છે.

rain

વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત 8 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે વરસાદ પડી શકે છે. હવામાનની આગાહી મુજબ 8 અને 9 જૂને પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે વાતાવરણ પલટાયુ છે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે. બારડોલીના બાબેન ગામમાં, વલસાડમાં તેમજ અમરેલીના ધારીમાં વરસાદ પડ્યો હતો.

આઈએમડીના જણાવ્યા અનુસાર આજથી તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે. 8 જૂન સુધીમાં પારો ફરીથી 40ને પાર જઈ શકે છે. તાપમાન વધવા સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી પણ શરુ થઈ જશે. હવામાન વિભાગના આંકડા મુજબ મંગળવારે ગુજરાતના ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી અને રાજકોટમાં 40.5 ડિગ્રી નોંધાયુ હતુ.

નોંધનીય છે કે કેરળમાં ચોમાસુ બેસી ગયુ છે અને બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ પહોંચવાનુ અનુમાન છે. ગુજરાતમાં 12થી 15 જૂન આસપાસ ચોમાસુ શરુ થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X