Gujarat Weather: રાજ્યમાં આજે વરસાદની સંભાવના, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.

rain

રાજ્યમાં આજે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેમદાવાદમાં 2.5 ઈંચ, લુણાવાડામાં 2.25 ઈંચ, નડિયાદમાં 1.75 ઈંચ, નેત્રંગમાં 1.75 ઈંચ, લાખણીમાં 1.75 ઈંચ, મહુધામાં 1.75 ઈંચ, બાલાસિનોરમાં 1.75 ઈંચ, મોડાસામાં 1.5 ઈંચ, વાલીયામાં 1.5 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.25 ઈંચ, ડાંગમાં 1.25 ઈંચ, ગોધરમાં 1.25 ઈંચ. બાયડમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ વરસાદની સંભાવના છે. જેમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. વરસાદને પગલે ઘણી જગ્યાએ ઈલેક્ટ્રીક થાંભલા ઉખડી જવાની ઘટનાઓ પણ બની છે. ગુજરાતના ઉત્તર ભાગના દરિયાઈ પટ્ટામાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં રવિવારે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. ગાંધીનગર, ભૂજ, કંડલામાં 40 ડિગ્રી જ્યારે અમદાવાદમાં પારો 2 ડિગ્રી ઘટીને 39 પર પહોંચ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X