Gujarat Weather: ગુજરાતના 125 તાલુકાઓમાં થયો વરસાદ, આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાંય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં મોડુ મોડુ પણ ચોમાસુ સક્રિય થઈ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડેમોમાં પાણીની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે.

વળી, રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, તાપી, ભરુચ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સોમવારે વલસાડના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ 10 ઈંચ વરસાદ ઉમરગામમાં પડ્યો હતો. વાપીમાં 4 ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં પણ સોમવારે 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વડોદરામાં પણ વરસાદથી રસ્તાઓ પણ પાણી ભરાઈ જતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. અમદાવાદમાં સોમવારે બપોર પછી શહેરના બોપલ, એસજી હાઈવે, થલતેજ, જૂહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તરી અરબમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. જે થોડા દિવસોમાં ગુજરાત સુધી પહોંચી શકે છે. માટે રાજ્યમાં ફરીથી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરુ થશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ઓરિસ્સા, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કોંકણ ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી છે. તેમજ આ રાજ્યોના અમુક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે ચેતવણી આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X