Gujarat Weather: અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ, આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Weather: અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પશ્ચિમના પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયામાં તેમજ પૂર્વના જમાલપુર, નરોડા, નિકોલ, કુબેરનગર, સરદાર નગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 1-2 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં પંચમહાલ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે.
આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાંથી કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા 9 સપ્ટેમ્બરે અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 2 દિવસ થંડરસ્ટૉર્મ વૉર્નિંગ પણ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે અને રાતે હળવા વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 96.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં પાછલા બે દિવસમાં 2 ટકાનો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
