Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ આગાહી

Gujarat Weather: ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડશે. માછીમારોને 4 અને 5 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Weather

ગુજરાતમાં આગામી 7 દિવસ રાજ્ય પર વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી જેથી ગુજરાતમાં વરસાદની આ સપ્તાહમાં શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી

ગુજરાતના દક્ષિણ ઝોનમાં કોઇક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગની મોડલ મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગામી સપ્તાહમાં શક્યતા નહિવત છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, 10 ઓગસ્ટની આસપાસ ફરી રાજ્યમાં વરસાદનું થોડું જોર વધે તેવુ અનુમાન છે.

ગુજરાતમાં સિઝનનો કુલ 62.85% વરસાદ નોંધાયો

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો કૂલ 62.85% વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 55.09, કચ્છમાં 64.16, ઉત્તર ગુજરાતમાં 65.26, મધ્ય ગુજરાતમાં 64.82 અને દક્ષિણ ગુજરાતમાં 66.75% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો સોરાષ્ટ્ર ઝોનમાં વરસાદ નોંધાયો છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X