Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમી, હવામાનમાં પલટાની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો રવિવારે ઉંચકાયો હતો. રાજ્યના 14 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. ગરમીનુ પ્રમાણ વધી ગયુ છે. નલિયામાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. જ્યારે અમદાવાદમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ લોકોએ હવે આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવુ પડશે. ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે શરુઆતથી જ તાપમાનનો પારો જોરદાર વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોનુ મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયુ છે.

heat

આઈએમડી મુજબ માર્ચના અંત સુધીમાં હજુ પારો ઉંચકાશે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. જો કે, હાલમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડક અને દિવસે કાળઝાળ ગરમી એમ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 માર્ચ સુધીમાં ગરમી વધશે અને અમુક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન 41 ડિગ્રી સુધી જઈ શકે છે.

અંબાલાલે 22 માર્ચ સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી છે. વળી, તેમણે વધુમાં ઉમેર્યુ કે, 20 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતના અમુક ભાગોમાં હવામાન પલટાઈ શકે છે. હોળીના દિવસે ગરમી વધશે અને અમુક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે.

તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 36.1 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 36.5 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી, પોરબંદરમાં 36.5 ડિગ્રી, કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X