Gujarat Weather: ગુજરાતમાં કાતિલ ઠંડીનો કહેર ફરીથી શરુ, વાતાવરણ રહેશે વાદળછાયુ

Gujarat Weather: ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ફરીથી ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ જોરદાર પવનો ફૂંકાશે અને તાપમાન નીચુ જશે. રાજ્યમાં અતિ ગાઢ વાદળા છવાયેલા રહેવાની પણ શક્યતા છે. જો કે, માવઠાની સંભાવના નહિવત છે.

cold

આઈએમડીના જણાવ્યા મુજબ કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબીના અમુક ભાગોમાં ઘાટા વાદળો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરુ થઈ શકે છે. જેના પરિણામે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં હાલમાં 10થી 12 કિમી ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતનુ તાપમાન ગગડીને 9 ડિગ્રી સુધી થઈ શકે છે. સવારે અને રાતે ઠંડી વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાંથી આવતા ભેજના કારણે વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. ઉત્તર ભારતમાં વહેતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલ સાંજથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ બુધવારે ઠંડી વધ્યા બાદ રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. 16.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 17.7 ડિગ્રી, નલિયામાં 16.1 ડિગ્રી, ડીસામાં 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.8 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 20.1 ડિગ્રી, કંડલામાં 20.2 ડિગ્રી, દ્વારકામાં 19.8 ડિગ્રી, રાજકોટમાં 17.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 29.5 ડિગ્રી, નલિયામાં 27.7 ડિગ્રી, ડીસામાં 27.4 ડિગ્રી, ગાંધીનગરમાં 28.8 ડિગ્રી, વડોદરામાં 29.8 ડિગ્રી, સુરતમાં 31.2 ડિગ્રી, કંડલામાં 29.5 ડિગ્રી, દ્વારકામાં 29.2 ડિગ્રી, રાજકોટમાં 31.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 30.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X