Gujarat Weather: રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, આ દિવસે માવઠાની પણ સંભાવના
Gujarat Weather: સમગ્ર રાજ્યમાં હવે શિયાળો જામી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાંમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કાતિલ ઠંડીનો દોર શરુ થવાની આગાહી કરવામાં આવી છે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે.
અમદાવાદમાં એક જ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટી ગયુ છે. વળી, રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર બન્યુ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.

નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ છે. જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી, ભૂજમાં 13.9 ડિગ્રી, બનાસકાંઠામાં 13.4 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, કેશોદમાં 14.5 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, અમરેલીમાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થશે. આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂ રહેશે અને ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની સંભાવના નથી.પશ્ચિમના પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. જેની અસર ધીમી પડ્યા બાદ માવઠાની સંભાવના છે. 25 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 23 ડિસેમ્બરે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ માવઠુ થઈ શકે છે. ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો દોર શરુ થશે. ફેબ્રુઆરીના અંત સુધી ઠંડી રહેશે.












Click it and Unblock the Notifications
