રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, સુરત અને અરવલ્લી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ નોંધાયો છે.

જોકે, અરબ સાગરમાં ભેજ ઘટતા હાલના ડિસ્ટર્બન્સની અસર હવે ધીમે ધીમે ઓછી થશે. તેમ છતાં બંગાળની ખાડીમાં ભેજને કારણે હજુ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં અસર દેખાશે. આ ઉપરાંત પંચમહાલ, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પલટાની શક્યતા છે.
અમદાવાદમાં ગઈકાલે એસ.જી. હાઈવે અને બોડકદેવ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્ચિમ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
કમોસમી વરસાદને કારણે બટાકા, ઘઉં અને ચણાના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતો હાલ આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો જોઈને ભારે ચિંતામાં મુકાયા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ૨૭ ફેબ્રુઆરીએ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટો બદલાવ આવી શકે છે.
માર્ચ મહિનામાં પણ આવી જ વરસાદી સિસ્ટમ સર્જાવાની પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે. જેને પગલે ખેડૂતોએ પાકની સુરક્ષા માટે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.












Click it and Unblock the Notifications
