Gujarat Weather: ગુજરાતમાં હવામાન પલટાની આગાહી, આંધી-વંટોળ સાથે વરસાદી છાંટાની સંભાવના

Gujarat Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં હાલમાં ચાલી રહેલી કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં સરેરાશ 1 ડિગ્રી જેટલુ તાપમાન ઘટ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ તેમજ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી જોવા મળી શકે છે. જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદી છાંટાની સંભાવના છે.

heat

જો કે, હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લાઓમાં રાતના સમયે વોર્મ નાઈટની આગાહી કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાતના સમયે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનુ 39.6 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં 39 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી, રાજકોટમાં 38.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. દરિયાકિનારે ડિસ્કમ્ફર્ટ યથાવત રહેશે. ગુજરાતના પૂર્વ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. પશ્ચિમના પવનોના કારણે તાપમાન ઘટી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X