ગુજરાત થયું ઠંડુગાર, પાટનગર સહીત જિલ્લાઓમાં પારો ગગડ્યો

Subscribe to Oneindia News

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૧૦.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વલસાડમાં ૧૨.૧ અને અમરેલીમાં ૧૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યના નલિયામાં યથાવત રીતે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. અહીં તાપમાન સાત ડિગ્રી નોંધાયું હતું. આજે પણ રાજ્યના અનેક ભાગમાં પારો ૧૦થી નીચે રહ્યો હતો. જેમાં નલિયામાં ૭, કંડલા એરપોર્ટ ખાતે ૯.૯નો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો ઠંડીનો ચમકારો ફરી એકવાર નોંધાયા બાદ મોડી રાત્રે અને વહેલી સવારે રસ્તાઓ સૂમસામ દેખાઈ રહ્યા છે.

gujarat

અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે મુખ્યરીતે સ્વચ્છ વાદળા રહેશે પરંતુ આગામી બે ત્રણ દિવસ સુધી ઠંડીથી લોકોને રાહત નહીં મળે તેવી શક્યતા છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો નીચી સપાટી ઉપર રહી શકે છે. હાલમાં જ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વાતાવરણમાં પલ્ટો બાદ માવઠા પડ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનો ચમકારો જાવા મળ્યો છે. લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.
સ્થળ લઘુત્તમ તાપમાન
અમદાવાદ ૧૦.૬
ડીસા ૧૨
ગાંધીનગર ૧૦.૫
વીવીનગર -
વડોદરા ૧૨
સુરત ૧૬.૪
વલસાડ ૧૨.૧
અમરેલી ૧૨.૨
ભાવનગર ૧૪.૨
પોરબંદર ૧૪
રાજકોટ ૧૨.૧
નલિયા ૭
કંડલા એરપોર્ટ ૯.૯
ભુજ ૧૧.૬
કચ્છ-માંડવી ૧૦.૫

English summary
Gujarat Weather: Temperature getting down. Read here more details on weather update.
Please Wait while comments are loading...