Gujarat Weather: વાદળા, માવઠુ, ઠંડી, જાણો ગુજરાતમાં આજે શું છે હવામાનની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હાડ કંપાવતી ઠંડી પડવાની સંભાવના છે. હાલમાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોના કારણે ઠંડી એટલી જામી નથી.
શિયાળાના આ સમયમાં જ્યારે કડકડતી ઠંડી પડતી હોય, એના બદલે રાજ્યમાં સામાન્ય ઠંડી પડી રહી છે. જો કે, નલિયામાં તાપમાન એક ડિગ્રી જેટલુ ઘટીને 10.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જે સાથે હાલમાં નલિયા ગુજરાતનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ.

હવામાન વિભાગના આંકડા મુજબ ગુરુવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.5 ડિગ્રી, ડીસામાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.9 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી, સુરતમાં 21.4 ડિગ્રી, વલસાડમાં 19 ડિગ્રી, દ્વારકામાં 19 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
ગુરુવારે રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 29.2 ડિગ્રી, ડીસામાં 29.7 ડિગ્રી, ગાંધીનગરમાં 28.6 ડિગ્રી, વડોદરામાં 30.6 ડિગ્રી, સુરતમાં 32.8 ડિગ્રી, વલસાડમાં 33.4 ડિગ્રી, દ્વારકામાં 30.6 ડિગ્રી, પોરબંદરમાં 32 ડિગ્રી, રાજકોટમાં 32 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 30.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. વળી, આવનારાગ બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. વળી, રાતનુ તાપમાન પણ 2-3 વધી શકે છે. હાલમાં વાતાવરણમાં ભેજ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલમાં પાકિસ્તાનમાં વાદળા આવ્યા છે અને ધીમે ધીમે 16થી 18 ડિસેમ્બર દરમિાયન ગુજરાતમાં વાદળા આવી શકે છે. આ સમયમાં હવામાન પલટાશે. જેના કારણે 23 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની સંભાવના છે. 22 ડિસેમ્બરે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પણ હાડ કંપાવતી ઠંડી પડશે.












Click it and Unblock the Notifications
