Gujarat Weather: ગરમીનો પારો ઉંચકાયો, આ શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઈ ગયુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 39 ડિગ્રી કરતા વધુ નોંધાયો હતો. જેમાં ભૂજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી કરતા વધુ નોંધાયુ હતુ.

heat wave

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ભૂજમાં 41.6 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયુ હતુ. વળી, અમદાવાદમાં 39.9 ડિગ્રી, ડીસામાં 40.1 ડિગ્રી, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી અને અમરેલીમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર-પશ્ચિના પવનો ફૂંકાવાના કારણે ગરમીનુ જોર વધશે. જેના પરિણામે રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. આ સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે. જો કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 27 અને 28 માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 43 કે 44 ડિગ્રીને પાર જઈ શકે છે. વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે મહત્તમ તાપમાનમાં ફરીથી ઘટાડો જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X